ગુજરાત પોલીસ ભરતીમાં માજી અગ્નિવીરોને મળશે વિશેષ તક

Featured Video Play Icon
Spread the love

ગુજરાત પોલીસ ભરતીમાં માજી અગ્નિવીરોને મળશે વિશેષ તક
ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માજી અગ્નિવીરો માટે કરી જાહેરાત
માજી અગ્નિવીરોને પોલીસ ભરતીમાં પરીક્ષા વિના તક આપવાની જાહેરાત
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ માજી અગ્નિવીરો માટે નિર્ણય લેવાયો

ગુજરાત પોલીસમાં ભરતીને લઈને ડેપ્યુટી સીએમએ મોટું નિવેદન આપ્યુ હોય તેમ માજી અગ્નિવીરોને હવે પોલીસ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર ભરતી કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી માજી અગ્નિવીરોને પોલીસ દળમાં જોડાવાની તક મળશે.

ગુજરાત સરકાર દ્વારા માજી અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે માજી અગ્નિવીરોને પોલીસ ભરતીમાં કોઈપણ પ્રકારની પરીક્ષા વિના ભરતીનો લાભ આપવામાં આવશે. અગાઉ તેમને શારીરિક કસોટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જ્યારે હવે ભરતી પ્રક્રિયામાં વધુ રાહત આપવાનો નિર્ણય કરાયો છે. માજી અગ્નિવીરોને પોલીસ ભરતીમાં 20 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવશે. અગ્નિવીર તરીકે દેશની સુરક્ષા માટે રાત-દિવસ ફરજ બજાવનારા જવાનો હવે ગુજરાત પોલીસ સાથે ખભેખભો મિલાવીને કામગીરી કરશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી માજી અગ્નિવીરોને પોલીસ દળમાં જોડાવાની નવી તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *