સુરત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો
ઝોન-6 હેઠળ 13,986 દારૂની બોટલ અને બિયરના જથ્થાનો નિકાલ
ડીંડોલી, સચિન, સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસનો દારૂનો જથ્થો નષ્ટ

સુરત શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઝોન-6 હેઠળ આવતા ડીંડોલી, સચિન, સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ સ્ટેશનનો કુલ 13986 બોટલ અને બિયરના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

સુરત શહેરના પોલીસ કમિશનર વાબાંગ જામીર અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાની સૂચના બાદ ઝોન-6 દ્વારા દારૂના જથ્થાના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમારની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ચાર પોલીસ સ્ટેશનના જપ્ત કરાયેલા દારૂનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ડીંડોલી પોલીસ સ્ટેશનનો 13.09 લાખ, સચિન પોલીસ સ્ટેશનનો 7.26 લાખ, સચિન જીઆઈડીસીનો 1.89 લાખ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનનો 14.30 લાખની કિંમતનો દારૂ નાશ કરવામાં આવ્યો હતો. આમ 36 લાખ 55 હજારથી વધુની કિંમતની 13,986 બોટલ અને બિયરના જથ્થાને નાશ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *