લીંબડી ભોગાવવા નદીની દુર્દશા
ભોગાવો નદીમાં રમતા રમતા મોટા દાદા બન્યા દુઃખી
લીંબડી ભોગાવવા નદીની દુર્દશા જોઈને આ વિસ્તારમાં રહેતા અને નાનપણથી આ ભોગાવો નદીમાં રમતા રમતા મોટા દાદા બન્યા દુઃખી
આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સરસ મજાની ભોગાવો નદી આવેલી છે એક સમયે આ નદી એટલી બધી રેતી થી ભરચક રળિયામણી હતી ત્યારે હાલ તમે વીડિયોમાં જોઈ રહ્યા છો કાંટાળી જાળીઓથી ભરેલી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે આ બાબતે તંત્ર આ ખાડા કાન કરીને જોઈ રહ્યું છે તેમજ આ નદીમાં કચરાના ઢગલાઓ પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ નદીમાં નાનપણ જેણે વિતાવ્યુ , આ નદીમાં મિત્રો સાથે ફરી મળી રમતગમત રમ્યા પાણી નહેરોમાં ન્હાયા અને હાલ જવાના ચહેરા ઉપર ચામડીની કરચલી ઉપસી આવેલ છે એવા વૃદ્ધો આ નદીની આવી દુર્દશા થયેલી જોઈને ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે આ નદીની સફાઈ કરવામાં આવે અને પહેલા જેવી નદી હતી તેવી નદી હાલ બને અને વળી પાછું આ નદીમાં નાના બાળકોનું કલરવ જોવા મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હાલા નદીમાં નદીનું પાણી તો નહીં પણ ગંદી ગટરનું પાણી વહી રહ્યું છે ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્રાહિમામ બની ચૂક્યા છે , જ્યારે આ નદીમાં જેણે નાનપણ ગુજાર્યું છે અને મોટા થયાં છે તેવા લીબડી વાસીઓની લાગણી દુભાઈ રહી છે તો શું તંત્ર આવા વડીલોની વૃદ્ધોની લાગણી અને માંગણી છે તે પૂરી કરશે ખરા
