ભાવનગરમાં આવારા તત્વોનો બેફામ ત્રાસ,
લૂખા તત્વોની બાબલમાં અન્ય લોકો ભોગ બન્યા
ભાવનગરના અક્ષયપાર્ક રોડ પર આવેલ ખારીયા હનુમાન સામે મફતનગર વિસ્તારમાં આવારા તત્વોનો ત્રાસ અસહ્ય બન્યો છે.
ભાવનગરમાં સ્થાનિક રહીશ સોલંકી વિજયભાઈ હરજીભાઈના જણાવ્યા અનુસાર, દર રવિવારે અહીં આવારા તત્વો દ્વારા બબાલ કરવામાં આવે છે. આજે પણ બે પક્ષો વચ્ચે સામસામે ઉગ્ર પથ્થરમારો થયો હતો. આ બંને જૂથોની વચ્ચે સામાન્ય નાગરિકોના મકાનો આવેલા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પથ્થરમારાને કારણે વિજયભાઈની દુકાનના પતરા તૂટી ગયા છે અને મોટું આર્થિક નુકસાન થયું છે. આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓથી કંટાળીને સ્થાનિકોએ હવે પોલીસ પ્રશાસન અને પીએસઆઈ પાસે આવારા તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે..
