સુરતને બિનઅધિકૃત જાહેરાતોથી મુક્ત બનાવવા એક્શન

Featured Video Play Icon
Spread the love

સુરતને બિનઅધિકૃત જાહેરાતોથી મુક્ત બનાવવા એક્શન
શહેરના જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને મિલ્કતો પર જાહેરાતો
ગેરકાયદેસર જાહેરાતો સામે પાલિકા દ્વારા સખત ઝુંબેશ

સુરતને બિનઅધિકૃત જાહેરાતોથી મુક્ત બનાવવા સુરત મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી હોય તેમ શહેરના જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને મિલ્કતો પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાતો સામે પાલિકા દ્વારા સખત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં બિનઅધિકૃત જાહેરાતો સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. જાહેર રસ્તાઓ, ડિવાઈડરો, દિવાલો અને સરકારી મિલ્કતો પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાતોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 6 હજાર 38 જેટલા બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો દૂર અથવા જપ્ત કરવામાં આવ્યા છે. જેના કારણે આશરે 21 હજાર 717 ચોરસ ફૂટ વિસ્તાર જાહેરાતમુક્ત બન્યો છે. માત્ર જાહેરાતો દૂર જ નહીં પરંતુ નિયમોના ભંગ બદલ પાલિકા દ્વારા 51 હજાર 500 રૂપિયાની પેનલ્ટી પણ વસૂલવામાં આવી છે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં 24 પોલીસ ફરિયાદો નોંધાવી વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે ટ્રાફિક સુરક્ષા, શહેરની સ્વચ્છતા અને શહેરની સુંદરતા જાળવવા માટે બિનઅધિકૃત જાહેરાતો સામે આ અભિયાન સતત ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *