સુરતના સરથાણા વિસ્તારમાં માતા સાથે દીકરાના મોતની કરૂણ ઘટના
માતાએ પહેલા પોતાના 4 મહિનાના દીકરાને એસિડ પીવડાવ્યું
માતાએ પણ એસિડ ગટગટાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
સુરતના સરથાણા વિસ્તારમાં માતા અને 4 મહિનાના માસુમ દીકરાના મોતની કરૂણ ઘટના સામે આવી છે. જેમાં માતાએ પહેલા પોતાના 4 મહિનાના દીકરાને એસિડ પીવડાવ્યું અને બાદમાં પોતે પણ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સુરતમાં ફરી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 29 વર્ષીય ધારા નામની મહિલાએ પોતાના 4 મહિનાના દીકરા રીશાન મનીષભાઈ કોટડીયાને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પીધું હતું. ઘટના બાદ પરિવારજનો દ્વારા બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ માતા અને દીકરાને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો પ્રાથમિક તપાસમાં પરિવારિક કારણોસર આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
