સુરત ભાઠેમાં ચીમની ટેકરા બ્રિજ પાસે ગંભીર અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરત ભાઠેમાં ચીમની ટેકરા બ્રિજ પાસે ગંભીર અકસ્માત
મહિલાને ડમ્પરે અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત
ડમ્પર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર

સુરતના ભાઠેના વિસ્તારમાં ચીમની ટેકરા બ્રિજ પાસે ગંભીર અકસ્માતમાં એકટીવા પર જઈ રહેલી મહિલાને ડમ્પરે અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

સુરતમાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે ભાઠેના ચીમની ટેકરા બ્રિજ નજીક અકસ્માતની ગંભીર ઘટના બની હતી. મળતી માહિતી મુજબ મહિલા એકટીવા પર પસાર થઈ રહી હતી, તે દરમિયાન પૂરઝડપે આવેલા ડમ્પરે મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટના બનતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *