ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા ઓપરેશન

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા ઓપરેશન
સુરતમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત દરોડા
લિંબાયત, પાંડેસરા અને ભાઠેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
મોટી સંખ્યામાં શકમંદ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવાયા

ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમોએ અનેક વિસ્તારોમાં દરોડા પાડી શકમંદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતાં.

28 મેના રોજ ગાંધીનગરના સોનીપુર ખાતે યોજાયેલી સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દેશમાંથી એક-એક ઘૂસણખોરને બહાર કાઢવાનો હુંકાર કર્યો હતો. જેને લઈ ગુજરાતભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની શોધખોળ માટે વિશાળ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ લિંબાયત, પાંડેસરા, ભાઠેના સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની ચકાસણી કરી હતી અને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શકમંદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા લોકો પાસે આધારકાર્ડ, રેશનકાર્ડ અને ઓળખના અન્ય દસ્તાવેજોની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા તેમની નાગરિકતા અને કાયદેસર રહેઠાણ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં ચાલતા આ ઓપરેશનને પગલે ગેરકાયદેસર રીતે રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે આગામી દિવસોમાં વધુ તપાસ અને કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *