સુરત કામરેજના યાત્રાધામ ગાયપગલા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ
અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત
વિકાસ, જનકલ્યાણ અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના યાત્રાધામ ગાયપગલા ખાતે “અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સમીરભાઈ મોદી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર મીના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવવા અને સ્વચ્છતા દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
આ ઉપરાંત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આજ ના કાર્યકર્મ માં કામરેજ તાલુકાના મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી , ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કામરેજ ભાજપ સંગઠન ના હોદેદારો સહીત મોટી સંખ્યામા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..
