સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ
ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
પાણીના ભરાવાને કારણે વાહનવ્યવહાર પર ભારે અસર

સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણીના ભરાવાને કારણે વાહનવ્યવહાર પર ભારે અસર જોવા મળી રહી છે.

સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા સતત વરસાદે સુરતનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉધના-નવસારી રોડ પર રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જેના કારણે લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે બીજી તરફ, મહાનગરપાલિકાની ટીમો પાણીના ઝડપી નિકાલ માટે મેદાનમાં ઉતરી કામગીરી કરી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *