સુરતના પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ઠગાઈ
એટીએમમાં લોકોને મદદના બહાને કાર્ડ બદલી પૈસા ઉપાડી લીધા
1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપ્યા
સુરતના પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં એટીએમમાં લોકોને મદદના બહાને તેઓના એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લઈ ઠગાઈ આચરનાર પાંચ ઠગોને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટ 2, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર, મદદનીશ પોલીસ કમિશનર એચ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ એચ.એમ. ગઢવી ની ટીમ પીએસઆઈ વસાવા અને બારોટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જયેશ, અહેકો કિશોર, મહેન્દ્ર અને અપોકો મુકેશ તથા વુમન અપોકો કેશવીબેનને મળેલી બાતમીના આધારે પાંડેસરા તથા સુરતના અલગ અલગ વિસ્તારોમાં એટીએમમાં લોકોને વાતોમાં ભોળવી મદદના બહાને તેઓના કાર્ડ બદલી લઈ પૈસા ઉપાડી ઠગાઈ આચરતી ટોળકીના પાંચ આરોપીઓ રામપુજન ઉર્ફે સૌરભ સરોજ, અનિલ રાજભર, વિશાલ રાજભર, રાહુલ રાજભર અન વિકાસ રાજભરને પાંડેસરા જીયાવગામ રોડ પરથી ઝડપી પાડી તેઓ પાસેથી 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓની પુછપરછ કરતા પાંડેસરા ઉપરાંત સચીન જીઈડીસી, ભેસ્તાનના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
