સુરત લિંબાયત પોલીસના હાથે ખાંડણીનો આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત લિંબાયત પોલીસના હાથે ખાંડણીનો આરોપી ઝડપાયો
યુસુફ પઠાણ સાથે ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનની પણ ધરપકડ
યુસુફ પઠાણ હાલ ખંડણીના ગુનામાં લીંબાયત પોલીસના રિમાન્ડ

હિન્દુવાદી નેતાની હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જામીન પર છુટેલો આરોપી ખંડણીના ગુનામાં સુરત લિંબાયત પોલીસના હાથે ઝડપાયો છે. તો આરોપી અને અન્ય એકની કરોડોનો સાયબર માં સંડોવણી પણ સામે આવી છે.

હિંદુવાદી નેતા કમલેશ તિવારી ની હત્યા કેસનાં આરોપી યુસુફ પઠાણની ખંડણીના ગુના લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. તો યુસુફ પઠાણ સાથે તેના સાગરીત ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનની પણ ધરપકડ કરાઈ છે. આરોપી અને તેના સાગરીત પર ફરિયાદી પાસેથી કાર અને રૂપિયા સાત લાખની ખંડણી વસૂલી હોવાનો આરોપ કરાયો છે તો આરોપી યુસુફ પઠાણ અને ઈરફાન હુસૈનની લુણાવાડા પોલીસ સ્ટેશનના 5.50 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણી સામે આવી છે. યુસુફ પઠાણના સાગરિત ઈરફાનનો કબ્જો લુણાવાડા પોલીસે મેળવ્યો છે. જ્યારે યુસુફ પઠાણ હાલ ખંડણીના ગુનામાં લીંબાયત પોલીસના રિમાન્ડ પર છે. રિમાન્ડ પૂર્ણ થતાં તેનો કબજો લુણાવાડા પોલીસને સોંપવામાં આવશે. તો આ અંગે વધુ માહિતી નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈએ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *