સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડમાં ચાર આરોપીઓ ઝડપ્યા
1550 કરોડના ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપી
અબ્દુલરબ અબ્દુલ કાદીર ચામડીયા અને પ્રવિણ લક્ષ્મણ ગઢીયા
અમીત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાલી સુતરીયાને ઝડપ્યા
સુરતની ઉધના પોલીસે ઝડપી પાડેલા 1550 કરોડના ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 2.60 કરોડથી વધુની મત્તા કબ્જે કરી હતી. જેમાં રોકડ, સોનુ અને ચાંદીનુ પણ સમાવેશ કરાય છે.
સુરતની ઉધના પોલીસ દ્વારા ગત વર્ષ 2025ના મે મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા 1550 કરોડનો ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો હતો. જે મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ એસીપી જાડેજાની સુચના સાથે પીઆઈ એસએન દેસાઈ ની એસઆઈટીની ટીમ બનાવાઈ હતી અને આ ગુનામાં અગાઉ 25 જેટલા આરોપીઓ ઝડપી પાડ્યા બાદ વધુ ચાર આરોપીઓ અમીત ચોકસી, ચિરાગ ઉર્ફે ચાલી સુતરીયા, અબ્દુલરબ અબ્દુલ કાદીર ચામડીયા અને પ્રવિણ લક્ષ્મણ ગઢીયાને ઝડપી પાડ્યા હતાં. આ ટોળકી પાસેથી પોલીસે 2 કરોડ 60 લાખથી વધુનો મુદ્દામાલ જેમાં રોકડ, સોના અને ચાંદી સાથે રૂપિયા ગણવાના મશીન સહિતની મત્તા કબ્જે કરી હતી. જે અંગે નાયબ પોલીસ કમિશનર ડો. કાનન દેસાઈએ વધુ માહિતી આપી હતી.
