સુરતમાં ફરી ડ્રગ્સ સાથે એકને પોલીસે ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી ડ્રગ્સ સાથે એકને પોલીસે ઝડપી પાડ્યો
ઉમરા પોલીસે કેબલ બ્રિજ નીચેથી આરોપી ઝડપાયો
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

સુરતમાં ફરી ડ્રગ્સ સાથે એકને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉમરા પોલીસે કેબલ બ્રિજ નીચેથી એમડી ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ઉમરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરતના ઉમરા કેબલ બ્રિજ નીચેથી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. એક યુવાન કેબલ બ્રિજ નીચે પિલર નંબર 6 અને 7 વચ્ચે શંકાસ્પદ રીતે ઉભો હોવાની માહિતી મળતા જ ઉમરા પોલીસે ત્યાં દોડી જઈ યુવાન હનુમાન ઉર્ફે હની નારાયણદાસની અટકાયત કરી તેની ઝડતી લેતા તેની પાસેના ગોલ્ડ ફ્લેક સિગારેટના બોક્ષમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતુ જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *