સુરતમાં આજે અચાનક વાતાવરણમાં પલટો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આજે અચાનક વાતાવરણમાં પલટો
ધોધમાર વરસાદની શરૂઆત થતાં લોકોએ આકરી ગરમીમાંથી રાહત
વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને મુશ્કેલી

સુરતમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થતાં લોકોએ આકરી ગરમીમાંથી રાહત મેળવી હતી. જોકે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બપોર બાદ અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ તેજ પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ગરમી અને ભેજથી પરેશાન નાગરિકોએ વરસાદને આવકાર્યો હતો. વરાછા, કતારગામ, અડાજણ, ઉધના, લિંબાયત સહિત શહેરના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વરસાદના કારણે ખેડૂતો અને શહેરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *