વાપીમાં આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીનો મામલો
600 રૂપિયાના લેણદેણમાં મિત્રને ફસાવવા આરોપીએ મોકલ્યો હતો મેસેજ
કંપનીમાં બોમ્બ બ્લાસ્ટનો મેસેજ ઉત્તર પ્રદેશ પોલીસને મળ્યો
વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીના કેસમાં વલસાડ જિલ્લા પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે. આરોપી હર્ષ તિવારીએ પોતાના મિત્રને ફસાવવા માટે ઉત્તરપ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટો મેસેજ મોકલ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરપ્રદેશ પોલીસ કંટ્રોલરૂમને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ વિસ્ફોટની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં કંપનીમાં તપાસ હાથ ધરી. કર્મચારીઓને બહાર કાઢી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ કોઈ બોમ્બ મળ્યો નહીં. તપાસમાં જાણવા મળ્યું કે આલોક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હર્ષ તિવારીએ માત્ર 600 રૂપિયાના લેણદેણના કારણે પોતાના મિત્રને ફસાવવા આ કાવતરું રચ્યું હતું. આરોપીએ મિત્રના વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ખોટો મેસેજ મોકલ્યો હતો. વધુ માહિતી વલસાડ એસપી ડો.કરણરાજ વાઘેલાએ આપી હતી
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે હર્ષના મોબાઈલમાં કોઈ બિઝનેસ વોટ્સએપ એકાઉન્ટ નથી. આગળની તપાસમાં સામે આવ્યું કે હર્ષના મિત્રએ જ તેના નામે ખોટો મેસેજ મોકલ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ હવે બંને યુવકોની ભૂમિકા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દુરુપયોગ અંગે વધુ તપાસ કરી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી