સુરત: પાલ પોલીસે એમેઝોનના પાર્સલમાં ગરબડ કરતી ઠગ ગેંગનો કર્યો પર્દાફાશ
અસલી પ્રોડક્ટ કાઢી ડમી સામાન મુકી કંપની સાથે આચરી લાખોની ઠગાઈ
ઈન્ટેક્ષ ટ્રાન્સપોર્ટ અને એમેઝોન સાથે છેતરપિંડી કરનાર 4 આરોપીઓની અટકાયત
સુરતની પાલ પોલીસે ઈન્ટેક્ષ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રા.લિ. કંપનીની ડિલીવરી પાર્ટનર એમેઝોન કંપનીની ડિલીવરી પ્રોડક્ટનુ અદલા બદલી કરી ડમી પ્રોડક્ટો મુકી કંપની સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના પાલ પોલીસ મથકની હદમાં ઓનલાઈન એમોઝોન કંપનીના પ્રોડક્ટ સાથે ઠગાઈ આચરનાર ટોળકી અંગે નોંધાયેલી ફરિયાદને લઈ પાલ પોલીસ દ્વારા તબપાસ હાથ ધરાઈ હતી જેમાં મળેલી બાતમીના આધારે ઈન્ટેક્ષ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રા.લિ. કંપનીની ડિલીવરી પાર્ટનર એમેઝોન કંપનીની ડિલીવરી પ્રોડક્ટનુ અદલા બદલી કરી ડમી પ્રોડક્ટો મુકી કંપની સાથે છેતરપિંડી કરતી ગેંગના જય બાબુભાઈ વિરાસ અને તેની સાથેના નિરજકુમાર રામહિત કુસ્વાહા, વિવેક ઉર્ફે રોહિત માંગીલાલ ખટીક, વિકાસ માંગીલાલ ખટીક તથા નિખિલ પ્રવિણ મોરડીયાને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
