સુરતમાં 22 નવેમ્બરે ફિટનેસનો સંગ્રામ દિગ્ગજ એથ્લેટ્સ ભેગા થશે

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 22 નવેમ્બરે ફિટનેસનો સંગ્રામ દિગ્ગજ એથ્લેટ્સ ભેગા થશે
બોડીબિલ્ડિંગ, પાવરલિફ્ટિંગ અને આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન
એનપીસી વેસ્ટ ઈન્ડિયા અને આઈપીએલ ગુજરાત ચેમ્પિયનશિપ સુરતમાં યોજાશે

સુરતમાં હવે બોડીબિલ્ડિંગ, પાવરલિફ્ટિંગ અને આર્મ રેસલિંગના દિગ્ગજ ખેલાડીઓ એક જ મંચ પર જોવા મળશે. આગામી 22 નવેમ્બરે સુરતમાં એનપીસી વેસ્ટ ઇન્ડિયા ચેમ્પિયનશિપ અને આઈપીએલ ગુજરાત ચેમ્પિયનશિપ યોજાશે.

ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા અને દાદરા-નગર હવેલી સહિતના વિસ્તારોમાંથી ખેલાડીઓ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ખાસ વાત એ છે કે વિજેતા ખેલાડીઓને શેરૂ ક્લાસીક ઈન્ડિયા-2026 માટે ક્વોલિફાય થવાની તક મળશે. આ ચેમ્પિયનશિપ યુવા અને ઉભરતા ખેલાડીઓ માટે મોટી તક બની રહેશે, જ્યારે જાણીતા ખેલાડીઓની હાજરીથી અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા મળશે. આયોજકો દ્વારા ગુજરાતની સ્પોર્ટ્સ બ્રાન્ડ્સને પણ ખેલાડીઓને સપોર્ટ કરવા અને ફીટ અભિયાનને આગળ વધારવા સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે. સુરતમાં યોજાનારી આ ચેમ્પિયનશિપ બાદ આગામી મુખ્ય નેશનલ ચેમ્પિયનશિપ મુંબઈમાં યોજાશે. ત્યારે હવે 22 નવેમ્બરના આ દમદાર મુકાબલા પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *