અમદાવાદ નારોલમાં પત્નીની હત્યા કરનારો આરોપી પતિ ઝડપાયો.
20 મી મે ના રોજ હત્યાને અંજામ આપી અનિલ થયો હતો ફરાર.
આરોપી અનિલને મુંબઈના ઘટકોપરથી પકડી લેવાયો.
અમદાવાદ શહેરના નારોલમાં મકાન માલિકે ઘર ખાલી કરાવ્યુ હોવાનું કહીને દંપતિ મિત્રના ઘરે એક રાત રોકવા આવ્યું હતું. દરમિયાન દંપતિ વચ્ચેના ઝઘડામાં પતિએ પત્નીને પાવડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી બાદમાં આરોપી પતિ બે કલાક સુધી લાશ પાસે બેસીને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી હતી. બાદમાં આરોપી પતિ કાલુપુરથી મુંબઈ નાસી ગયો હતો. ઘટનાની તપાસ કરતી નારોલ પોલીસે આરોપીને મુંબઈથી ઝડપી પાડીને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.
નારોલ વિસ્તારમાં દંપતી વચ્ચે થતા રહેતા વારંવાર ઝઘડાથી કંટાળીને પતિએ પત્નીને પાવડાના ફટકા માર્યા બાદમાં વોશ બેઝિનની દીવાલ સાથે માથું ભટકાવીને ઘાતકી હત્યા કરી હોવાની ઘટના ગત તા.20 મેંના રોજ બનવા પામી હતી. આ મામલે તપાસ કરી રહેલી નારોલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારો મારફતે આરોપી અનિલ ઉર્ફે બોબીની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરી છે. તા.20 મી મે ના રોજ હત્યાને અંજામ આપી ફરાર આરોપી અનિલને મુંબઈના ઘટકોપરથી પકડી લેવાયો છે
બનાવ અંગેની વિગત એ મુજબની છે કે ગત તારીખ 19 મીને રાત્રે આરોપી અનિલ ઉર્ફે બોબી તેની 30 વર્ષીય પત્ની રીના પરમારને લઈને મિત્ર મુકેશભાઈના ઘરે આવ્યો અને એક રાત રોકાવવા માટે બહાનું આપ્યું કે અમારા મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધું છે. તેથી એક રાત તમારા ઘરે રોકાવવા માટે દંપતીએ આજીજી કરી હતી. મિત્ર અને તેની પત્નીની પરિસ્થિતિને જોતા મુકેશભાઈ બંને રોકાવવા માટે રૂમ આપી બાદમાં મુકેશભાઈની નાઈટ શિફ્ટ નોકરી કરવા માટે નીકળી ગયા હતા. સવારે ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો બહારથી બંધ હતો અને તાળું તથા ચાવી જમીન પર નીચે પડેલા હતા. મુકેશ ભાઈએ કુતુહલ પૂર્વક રૂમમાં જઈને જોતા તેમનો મિત્ર અનિલ હાજર નહોતો અને તેની પત્ની રીનાની લાશ હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી