સુરતની પીપલોદમાં 9 લોકો લિફ્ટમાં ફસાયા
ઈસ્કોન મોલમાં આવેલ લિફ્ટ ઓવરલોડથી બંધ થઈ
ઈસ્કોન મોલમાં ગુરુવારે સવારે અચાનક લિફ્ટ બંધ પડી જતાં 9 વ્યક્તિ ફસાઈ ગઈ હતી. મોલમાં આવેલા જીમમાંથી તમામ નીચે ઉતરતા હતા ત્યારે ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોમ્બિટુલની મદદથી લિફ્ટનો દરવાજો ખોલી તમામને સલામત રેસ્ક્યુ કરી લીધા હતાં.
સુરતના પીપલોદ ખાતે આવેલા ઈસ્કોન મોલમાં સવારે આઠ વાગ્યાના અરસામાં મોલમાં આવેલા જીમમાંથી નવ વ્યક્તિઓ લિફ્ટ મારફતે નીચે ઉતરતી હતી ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે પહોંચ્યા બાદ લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. લિફ્ટમાં સવાર લોકોએ બૂમાબુમ કરી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તો બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોમ્બિટુલની મદદથી પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતાં. તો આ અંગે ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે લિફ્ટમાં નવ વ્યક્તિ સવાર હતા. અને ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી. તમામને તાત્કાલિક રેસ્ક્યુ કરી લેવાયા હતા. લિફ્ટમાં સવાર તમામ લોકો જીમમાંથી ઘરે પરત જવા માટે નીચે ઉતરતા હતા ત્યારે લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી.