મનરેગા ભ્રષ્ટાચારના બેનરો હટાવતા રાજકીય તોફાન

Featured Video Play Icon
Spread the love

મનરેગા ભ્રષ્ટાચારના બેનરો હટાવતા રાજકીય તોફાન
દેવગઢ બારિયામાં મનરેગા ભ્રષ્ટાચારના બેનરોહટાવ્યા
બંને પક્ષના કાર્યકરોએ પાલિકા વિરુદ્ધ ઘોષણાબાજી કરી

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં મનરેગા ભ્રષ્ટાચારના બેનરો હટાવતા રાજકીય તોફાન મચ્યું છે ત્યારે કોંગ્રેસ અને આપ પાર્ટી ઉગ્ર વિરોધ કર્યો હતો

દેવગઢ બારિયા શહેરના મુખ્ય માર્ગો પર મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરતા કોંગ્રેસ પાર્ટીના બેનરો પાલિકા તંત્ર દ્વારા કાઢી નાખવામાં આવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. સત્ય છુપાવવાના અને ભ્રષ્ટાચાર પર પડદો પાડવાના પ્રયાસ તરીકે પાલિકાની આ કાર્યવાહી સામે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા તીખો અને ખુલ્લો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન બંને પક્ષના કાર્યકરોએ પાલિકા વિરુદ્ધ ઘોષણાબાજી કરી હતી અને લોકશાહી મૂલ્યોને કચડી નાખવાનો પ્રયાસ થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને દબાવવાની નીતિ અપનાવવામાં આવી હોવાનો આરોપ લગાવી પાલિકા તંત્રને જનતા સામે જવાબદાર ઠેરવવાની માંગ ઉઠી હતી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *