મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીનું મોત

Featured Video Play Icon
Spread the love

મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીનું મોત
આરોપી ગોવિંદ ચૌહાણના મોતને લઈને પરિવારના ગંભીર આક્ષેપ
પોલીસે માર માર્યો હોવાથી ગોવિંદનું મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં પોલીસે પાડેલી જુગારની રેડ બાદ એક નાટ્યાત્મક અને ગંભીર વળાંક આવ્યો છે. આ રેડ દરમિયાન પકડાયેલા 50 વર્ષીય આધેડ ગોવિંદ રાયસીંગ ચૌહાણનું પોલીસ સ્ટેશનમાં જામીન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફિંગરપ્રિન્ટ આપતી વખતે અચાનક ચક્કર આવીને ઢળી પડતા મોત નીપજ્યું છે.

આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ પર માર મારવાનો ગંભીર આક્ષેપ કરીને સરકારી હોસ્પિટલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો, જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મહેમદાવાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બપોરે 3 વાગ્યાની આસપાસ સુંઢા વણસોલ ગામમાં જુગાર અંગે રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસ જુગાર રમતા શખસને પકડીને પોલીસ મથકે લઈ આવી હતી અને તેમની સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો. આ કાર્યવાહી બાદ આરોપીઓને જામીન આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પોલીસ કસ્ટડી જેવી સંવેદનશીલ જગ્યાએ આધેડના મોતના સમાચાર મળતા જ ખેડાના DYSP કુણાલ રાઠોડ, પ્રાંત અધિકારી, મામલતદાર અને PI સહિતનો પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ મામલો શાંત પાડવા તજવીજ હાથ ધરી હતી.

આ ઘટનાની જાણ સુંઢા વણસોલ ગામમાં થતાં જ મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચેલા પરિવારે આક્રોશ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારના કારણે જ ગોવિંદનું મોત નીપજ્યું છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ સરકારી હોસ્પિટલ આગળ જ સૂત્રોચ્ચાર કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. DySP રાઠોડે વધુમાં જણાવ્યુ હતુ કે, હાલમાં એસડીએમ દ્વારા મૃતકનું ઈન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવી રહ્યું છે. આગળ જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પેનલ અને ફોરેન્સિક એક્સપર્ટ્સની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. આ કેસમાં જે પણ પંચો અને સાક્ષીઓ હતા, તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *