સુરત મનપાને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર,
રાજકુમાર બેનીવાલે સંભાળ્યો ચાર્જ
22 વર્ષના વહીવટી અનુભવ સાથે રાજકુમાર બેનીવાલ બન્યા સુરત મનપાના નવા કમિશનર
સુરત મનપાની કમાન હવે રાજકુમાર બેનીવાલના હાથમાં
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આખરે નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા હોય તેમ 22 વર્ષનો વહીવટી અનુભવ ધરાવતા સિનિયર આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલે સુરત મનપા કમિશનર તરીકે ચાર્જ સંભાળી લીધો છે.
સુરતના નાસીરનગર વિવાદ બાદ મનપા કમિશનર એમ. નાગરાજનની બદલીના 26 દિવસ બાદ સુરતને નવા મ્યુનિસિપલ કમિશનર તરિકે રાજકુમાર બેનીવાલ મળ્યા છે. રાજકુમાર બેનીવાલ પાસે જીએનએફસીના એમડી ઉપરાંત અમદાવાદ-વડનગર પ્રોજેક્ટ સહિત વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓનો બહોળો અનુભવ છે. હજારો કરોડોના વિકાસ પ્રોજેક્ટને વધુ ઝડપી બનાવવા અને વહીવટમાં સ્થિરતા લાવવાની સાથે તટસ્થ નિર્ણયો લેવા પર નવા કમિશનરનો ભાર રહેશે. સુરતની સૌથી મોટી સમસ્યા એવી સફાઈ વ્યવસ્થા તેમજ સ્થાનિક લોકોના મહત્વના પ્રશ્નો પર ખાસ ધ્યાન અપાશે. સાથે જ ખાડી પૂર અને પાણી ભરાતા વિસ્તારોનો અભ્યાસ કરી કાયમી નિરાકરણ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે.
