ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી
મધદરિયેથી ઓપરેશન પાર પાડી ઝડપી પડ્યું 200 કિલો ડ્રગ્સ
બે વ્યક્તિઓ પાસેથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત

ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 200 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ભરી નીકળ્યા હતા. 15-16 ફેબ્રુઆરી દરમિયાન પોરબંદરથી આશરે 140 નોટીકલ માઇલ દૂર આઈએમબીએલ નજીક ગુજરાત એટીએસ-કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડ બોટમાં લવાયેલા શંકાસ્પદ કેમિકલના જથ્થાને જપ્ત કરી લીધો હતો.

ગુજરાત ATSના DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે SP કે.કે.પટેલને બાતમી મળી હતી કે સ્પીડ બોટથી ડ્રગ્સની ડિલિવરી પંજાબમાં થવાની છે. બાતમી મળતાં જ એક ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની મદદ લેવાઈ હતી. બલૂચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો, પરંતુ તે પહેલાં જ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે તેમને ઝડપી લીધા હતા, લાંબો સમય રાહ જોયા બાદ સ્પીડ બોટમાં 2 શખસ આવ્યા હતા. ઈરાનથી સ્પીડ બોટમાં આવ્યા હતા. સ્પીડ બોટમાં ક્યારેય ડિલિવરી માટે આવતા નથી. તપાસતાં 203 પેકેટ બોરમાંથી મળ્યાં હતાં. ગુજરાતનો દરિયાકિનારો 1600 કિલોમીટર જેટલો લાંબો છે. આ દરિયાકાંઠે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની ભરતી વધી ગઇ છે. ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકિનારો સિલ્કરૂટ બની ગયો છે, પણ આ દરિયાનો ઉપયોગ વધી ગયો ઓના તાર સીધા શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા છે.

કયુ ડ્રગ્સ છે એ ડિટેક્ટ થયું નથી. આરોપી પાસેથી મળેલા ફોનમાંથી ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી બલૂચી ભાષા બોલે છે. સ્પીડ બોટમાં આવવું ડેરિંગ કહેવાય. પંજાબનો શખસ ડિલિવરી લેવાનો હતો. 140 માઇલ દૂર દરિયામાં ઓપરેશન કર્યું હતું. બોટની બનાવટ ઈરાનની છે. બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી. 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો. પોરબંદરમાં અગાઉ 2 વખત સ્પીડ બોટ આવી હતી, જેમાં 6 શખસ હતા. ઈરાનથી એક શખસ ગેરકાયદે રીતે આવ્યો હતો. મોટી બોટ પકડાઈ જાય એટલે નાની બોટમાં આવ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *