સુરતમાં ભાગીદારની જ કારમાં ડ્રગ્સ મુકાવના ચિરાગ ગોટીનું સરઘસ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભાગીદારની જ કારમાં ડ્રગ્સ મુકાવના ચિરાગ ગોટીનું સરઘસ
સિંગણપોર ચાર રસ્તા પાસે માથાભારે ચિરાગ ગોટીને લઇ જવાયો
લોકોએ ચિરાગ ગોટીને ફાંસી આપો તેવી માંગ કરી

સુરતમાં ભાગીદારની જ કારમાં ડ્રગ્સ મુકાવનાર માથાભારે ચિરાગ ગોટી પોલીસ સકંજામાં આવ્યા બાદ તેના આતંકના એક પછી એક વિડીયો વાયરલ થતા ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે સોમવારે પોલીસે સિંગણપોર ચાર રસ્તા પાસે માથાભારે ચિરાગ ગોટીને સ્થળે લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો. જ્યાં લોકોએ ચિરાગ ગોટીને ફાંસી આપો તેવી માંગ કરી હતી.

પોતાના જ ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકાવી ફસાવવાનુ કાવતરૂ રચનાર ચિરાગ ગોટી સુપ્રિમ કોર્ટની લાલ આંખ બાદ કોર્ટમાં હાજર થતા તેની ધરપકડ કરાઈ હતી. જો કે હવે તેના કરેલા પાપો સામે આવી રહ્યા છે. ચિરાગ ગોટીએ લોકો પર આચરેલા અત્યાચારના વિડીયો વાયરલ થયા બાદ તેની સામે ઠગાઈ, ખંડણી અને મારામારી સહિતની અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે તપાસ કરી રહેલી પોલીસ ચિરાગ ગોટીને લઈ તે જ્યાં આતંક મચાવતો હતો ત્યાં સિંગણપોર ચાર રસ્તા પાસે રાધેશ્યામ સોસાયટીમાં લઈ ગઈ હતી અને તેનો વરગોડો કાઢ્યો હતો. ત્યારે લોકોમાં ચિરાગ ગોટી સામે ભારે આક્રોસ જોવા મળ્યો હતો. અને ચિરાગ ગોટીને ફાંસીની સજા આપો તેવી માંગ લોકો દ્વારા કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *