સુરતમાં બાળકોના અપહરણની વાતો ફેલાઈ
સોશીયલ મીડિયામાં આધાર પુરાવા વગર અફવા
અફવા ફેલાવનારાઓ સામે પગલા લેવાશે
સુરતમાં બાળકોના અપહરણની વાતો ફેલાઈ રહી હોય જેને લઈ સુરત પોલીસ દ્વારા સોશીયલ મીડિયામાં આધાર પુરાવા વગર અફવા ફેલાવનારાઓ સામે પગલા લેવાશે તેમ જણાવાયુ હતું.
સુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરાઈ છે અને આવી કોઈ ઘટના ન બની હોવાનુ સામે આવ્યુ છે. સુરત પોલીસે જણાવ્યુ હતું કે જનતાએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સોશિયલ મીડિયા પર અજાણ માહિતી શેર ન કરવી. જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી ઈરાદાપૂર્વક ફેલાવતો હોય તો તેની સામે ભારતીય ન્યાય સંહીતા ની કલમ અફવા ફેલાવવી ઈન્ફોરમેશન ટેકનોલોજી એક્ટ, 2000 સંબંધિત જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કાયદો-વ્યવસ્થા તથા સમાજમાં સુલેહ શાંતિ જાળવવા માટે તથા ખોટી અફવાઓ ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસને સહકાર આપવા તમામ શહેરી જનોને અપીલ કરાઈ હતી.
