સુરતમાં સવારથી ધોધમાર વરસાદનો પ્રારંભ,
વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
વરસાદ થવાની ખેડૂતની પણ ચિંતા વધી
વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે વરસાદ થવાની ખેડૂતની પણ ચિંતા વધી ગઈ છે. હજી પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થવાની પૂર્ણ શક્યતાઓ છે. આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. જેને કારણે હજી પણ દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. મોડી રાતે વરસેલા વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકશાન થયું છે. ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળ્યો છે. ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સૂકવવા મૂક્યો હતો. ડાંગરની કાપણી બાદ ખેડૂતોએ પાકને સૂકવવા મૂક્યો હતો. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું છે.તૈયાર થયેલો ડાંગરનો પાક વરસાદના પાણીમાં પલળતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. નુકશાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતોની સરકાર પાસે માંગ કરી છે. આવી પરિસ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતોની આશા છે.