સરથાણામાંથી ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું
ચેઇનના હુકમાં 23 ટકા સોનું નાંખી હોલમાર્કની સિક્કો મારી વેચાણ કરતા,
એલસીબી ઝોન વનની ટીમે 12 આરોપીઓને ઝડપી પાડ્યા
સુરતમાં નકલીની બોલબાલા વધી રહી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે હાલમાં સરથાણા વિસ્તારમાંથી ડુપ્લીકેટ સોનાના દાગીના બનાવવાનુ કારખાનુ ઝડપાયુ છે. જેમાં માત્ર બે થી ત્રણ ટકા ગોલ્ડ નાંખી હોલમાર્કનો સિક્કો મારી વેચાણ કરાતુ હતુ. હાલ તો એલસીબી ઝોન વનની ટીમે 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુરત સહિત ગુજરાતમાં ડુપ્લીકેટની બોલબાલા વધુ છે. નકલી અધિકારી, નકલી ઘી, નકલી પનીર કહો કે નકલી કચેરીઓ પકડાઈ ચુકી છે. ત્યારે હવે સુરતમાંથી નકલી ગોલ્ડ જ્વેલરી બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. સુરતની એલસીબી ઝોન વનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સરથાણા પોલીસ મથકની હદમાંથી નકલી સોનાના દાગીના બનાવતી ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી સરથાણા વિસ્તારમાં કારખાનુ શરૂ કર્યુ હતુ જ્યાં 100 ટકામાથી માત્ર 2 થી 3 ટકા ગોલ્ડ નાંખી દાગીના બનાવ્યા બાદ હોલમાર્કનો સિક્કો મારી વેચાણ કરતી હતી. હાલ તો એલસીબી ઝોન વનની ટીમે કારખાનામાંથી ટોળકીના 12 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ચાર ચેઈન, ચેન બનાવવાનુ મશીન, હોલમાર્કનો સિક્કો સહિતની મત્તા કબ્જે કરી સાતેય ઠગો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.