ઉકાઈ ડેમમાં જળસપાટી 317.46 ફૂટે પહોંચી,
33,466 ક્યુસેક પાણીની આવક અને 800 ક્યુસેક પાણીની જાવક
ઉકાઈ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ નિર્ધારિત
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં સક્રિય થયેલા મોન્સુનને કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલમાં ડેમમાં 33,466 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમની વર્તમાન જળસપાટી 317.46 ફૂટે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ નિર્ધારિત કરવામાં આવી છે. ડેમમાંથી નીચાણવાળા વિસ્તારોમાં 800 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. મોન્સુનની સક્રિયતાને કારણે ડેમના ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની આવકમાં અંશતઃ વધારો નોંધાયો છે. આ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર મુજબ પાણીનું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી