અમરોલી પોલીસે લાખોની ઘરફોડ ચોરીના ગુનામાં બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા
પુણેના 77 લાખના ઘરફોડ ચોરી કેસના આરોપીઓ સુરતથી ઝડપાયા
અમરોલી પોલીસને મોટી સફળતા, 9.40 લાખથી વધુની મત્તા કબ્જે
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ ઉત્તર પોલીસ મથકમાં નોંધાયેલા લાખોની ઘરફોડ ચોરીના ગુનમાં સંડોવાયેલા રીઢાઓને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અદિક પોલીસ કમિશર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ આરબી ઝાલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો વિરેન્દ્રસિંહ તથા અપોકો રામજીભાઈને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ ઉત્તર પોલીસ મથકમાં નોંધાયેલા 77 લાખ 22 હજારની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢાઓ સુમિત રાજુ બંગાળી અને રાહુલ ઉર્ફે કાલુ બહાદુર ગૌડને ઝડપી પાડી તેઓ પાસેથી 9 લાખ 40 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેઓનો કબ્જો પુણે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
