સુરતમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ
ખરવર નગર ખાતે આવેલ રોકડીયા હનુમાન મંદિરમાં ટ્રેલર ઘુસ્યું
કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે ખરવર નગર ખાતે આવેલ રોકડીયા હનુમાન મંદિરમાં બેફામ ટ્રેલર ચાલક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે જાનહાની થઈ નહતી.
સુરતમાં વારંવાર ભારે વાહનના ચાલકો અકસ્માત સર્જે છે. ત્યારે સુરતમાં હનુમાન મંદિરમાં ટ્રેલર ઘુસી જતા મંદીર અકસ્માત સર્જાયો હતો. વાત એમ છે કે ખરવર નગર સ્થિત રોકડીયા હનુમાન મંદિર બેફામ ટ્રેલર ચાલક ઘુસી ગયો હતો. સવારના સમયે ઘટના બનતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. તો અકસ્માત બાદ તંત્ર દ્વારા ટ્રેલરને મંદિર પરિસરમાંથી બહાર ખસેડવાની કામગીરી કરાઈ હતી. અને કઈ રીતે અકસ્માત સર્જ્યો તે અંગે સ્થાનિક અને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
