સુરતના અડાજણ સબ રજીસ્ટારની કચેરીમાં લાંચીયો અધિકારી ઝડપ્યો
સબ રજીસ્ટાર અઢી લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો
મહેશકુમાર રણજીતસિંહ પરમારએ 8 લાખ રૂપિયાની માંગણી કરી હતી
સુરતના અડાજણ સબ રજીસ્ટારની કચેરીમાં જ સબ રજીસ્ટાર અઢી લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે.
સુરતમાં સરકારી બાબુઓ લાંચ લેતા અનેક વાર પકડાઈ ચુક્યા છે ત્યારે સુરત એસીબીએ અડાજણ સબ રજીસ્ટાર કચેરીમાંથી સબ રજીસ્ટારને અઢી લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. વાત એમ છે કે ફરિયાદીના અસીલ ખેતીની જમીન ખરીદવાના હોય જે માટે અડાજણ સબ રજીસ્ટાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધાવવા નિયમોનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહી કાઢી ઓર્ડર કરવાની કાર્વાહી કરવાના અવેજ પેટે સબ સજીસ્ટાર મહેશકુમાર રણજીતસિંહ પરમારએ 8 લાખ રૂપિયાની માંગણી કરી હોય જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ગોઠવેલા છટકામાં સબ રજીસ્ટાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર અઢી લાખ રૂપિયાની લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતાં. જેને લઈ અન્ય ભ્રષ્ટ સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
