કાળિયાબીડની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગીગની ઘટના

Featured Video Play Icon
Spread the love

કાળિયાબીડની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગીગની ઘટના
વિદ્યાર્થી પાસે માથું દબાવડાવી માલિશ કરાવાતું,
ચપ્પલે ચપ્પલે માર મરાતો, પરાણે સિગારેટ પીવડાવાતી
પિતાએ સૌરાષ્ટ્ર સમાચાર સમક્ષ વર્ણવી રેગિંગની પરાકાષ્ઠા

ભાવનગર કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેમના પુત્રને હોસ્ટેલમાં રહેતા ધોરણ-12 સાયન્સના નીટના ચાર વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અને બે રેક્ટર દ્વારા અવારનવાર માર મારવામાં આવતો, માથું દબાવડાવવું, માલિશ કરાવવી, ચપ્પલે ચપ્પલે માર મારી, પરાણે સિગારેટ પીવડાવી અને તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી અપાતી હતી.

ભોગ બનનાર સગીર વિદ્યાર્થીના પિતાએ વધુમાં જણાવ્યા મુજબ, ચાર પૈકી ધોરણ 12 NEETનો એક વિદ્યાર્થી તેમના પુત્રને ચપ્પલ તથા ઢીકાપાટુનો માર મારતો હતો અને તેના કહેવાથી અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ મારપીટમાં જોડાતા હતા. આરોપી વિદ્યાર્થીઓ દ્વારા મારા દીકરા પાસે હોસ્ટેલના નાના-મોટા કામો કરાવવામાં આવતા હતા. એટલું જ નહીં, તેને પોતાનું માથું દબાવવા અને માલિશ કરવા માટે પણ દબાણ કરવામાં આવતું અને ધમકાવીને ધરાર સિગારેટ પીવડાવાતી એટલુ જ નહીં મોઢુ બંધ રાખી નાકમાંથી ધુમાડો કાઢવા મજબુર કરાયો હતો.

સિગારેટ પીવાનો ઇનકાર કરે ત્યારે સીસીટીવી કેમેરા ન હોય તેવી જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવતો અને પરાણે સિગારેટ પીવડાવવામાં આવતી હતી. ત્યારબાદ સિગારેટ પીતી વખતે હસવાનું કહી તેનો વીડિયો બનાવવામાં આવતો હતો. વારંવારની મારપીટ અને ધમકીઓના કારણે તેમનો પુત્ર સતત ભયના માહોલમાં રહેતો હતો. બાથરૂમમાં જાય ત્યારે ત્યાંની લાઇટ બંધ કરી તેને બીવડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ પિતાએ જણાવ્યું હતું. આ ત્રાસના કારણે મારા પુત્રની માનસિક સ્થિતિ પર ગંભીર અસર થઈ હતી અને તે ડાયપર પહેરીને સુવા મજબૂર બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *