સુરતના સચિન પાળી ગામ સ્થિત મંચુરિયનમાં ઉંદર
ચાઈનીઝ સેન્ટરમાં મંચુરિયનમાં ઉંદર હોવાનો આક્ષેપ
સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી
સુરતના સચિન પાળી ગામ સ્થિત એક ચાઈનીઝ સેન્ટરમાં મંચુરિયનમાં ઉંદર હોવાનો આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જો કે આ વિડીયોની કોઈ પુષ્ટી થઈ નથી.
સુરતના સચીન વિસ્તારના નામે એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સચિન પાળી ગામ વિસ્તારમાં આવેલા એક ચાઈનીઝ સેન્ટરમાં ગ્રાહકે મંચુરિયન ઓર્ડર કર્યું હતું. ભોજન દરમિયાન શંકાસ્પદ વસ્તુ દેખાતા ગ્રાહકે તપાસ કરતાં તેમાં ઉંદર હોવાનો આક્ષેપ કર્યો હતો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો સામે આવતા સ્થાનિકોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે તેમજ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે, વાયરલ વીડિયોના આધારે કરવામાં આવેલા આક્ષેપોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
