સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઠગાઈના રેકેટનો પર્દાફાશ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઠગાઈના રેકેટનો પર્દાફાશ કર્યો
દેશવ્યાપી સાયબર ઠગાઈના રેકેટનો પર્દાફાશ કર્યો
માસ્ટરમાઇન્ડ ડેવલપરને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી પાડ્યો

સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ઠગાઈના રેકેટનો પર્દાફાશ કર્યો હોય તેમ ઝારખંડના જામતારા ગેંગ માટે નકલી એપીકે ફાઇલો બનાવી લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર માસ્ટરમાઇન્ડ ડેવલપરને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી લેવામાં આવ્યો છે.

સુરત સાયબર ક્રાઈમ સેલ એપીકે ફાઈલો મોકલી ઠગાઈ આતરતી આંતરરાજ્ય સાયબર ગેંગના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવામાં સફળતા મળી છે. ઝડપાયેલો આરોપી રોહિત વિરેન્દ્રસિંઘ સાક્યને ઝારખંડના જામતારા ગેંગ માટે પીએનબી વન સહિત અનેક બેન્કો, આરટીઓ ચલાન, કેવાયસી અપડેટ, કસ્ટમર સપોર્ટ, પીએમ કિસાન, ડી માર્ટ અને અન્ય સેવાઓના નામે દેખાવમાં અસલી લાગતી એપીકે ફાઇલો તૈયાર કરતો હતો. ગેંગના સભ્યો આ એપીકે ફાઇલો વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. કોઈ વ્યક્તિ એપ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરે એટલે તરત જ મોબાઇલનો સંપૂર્ણ એક્સેસ ઠગોના હાથમાં પહોંચી જતો હતો. ત્યારબાદ મોબાઇલના એસએમએસ, કોન્ટેક્ટ, કોલ લોગ, ફોટો ગેલેરી તેમજ બેન્કિંગ માહિતી મેળવી ખાતામાંથી રૂપિયા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાતા હતાં.

સાયબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું હતુ કે આરોપીએ કુલ 121 એપીકે ફાઇલો બનાવી હતી, જે 21 હજાર 672થી વધુ મોબાઇલમાં ઈન્સ્ટોલ થઈ હતી. તેમાંથી 2 હજાર 928થી વધુ લોકો ભોગ બન્યા અને કુલ 64 કરોડ 38 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી  રોહિત વિરેન્દ્રસિંઘ સાક્યને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી પાડ્યો છે. તેની પાસેથી મોબાઇલ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *