સુરત ભાજપનું ‘સેવા સંકલ્પ અભિયાન’

Featured Video Play Icon
Spread the love

સુરત ભાજપનું ‘સેવા સંકલ્પ અભિયાન’
17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો
સુરતમાં સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે
25 વર્ષના સુશાસનને લઈ સુરત ભાજપનું ‘સેવા સંકલ્પ અભિયાન’ જાહેર

સુરત ભાજપ દ્વારા 25 વર્ષના સુશાસનને લઈને સેવા સંકલ્પ અભિયાનની જાહેરાત કરાઈ છે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી સુરત શહેરમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે તેમ જણાવાયુ હતું.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા 25 વર્ષના સુશાસન અંતર્ગત સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય કાર્યક્રમો યોજાશે. 17 સપ્ટેમ્બરે અંદાજિત 10,791 સ્થળોએ 8 લાખ 33 હજાર 700 જેટલા દિવડા પ્રગટાવવામાં આવશે. આ ઉપરાંત 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન 25 કરોડ બાળકોનું સપનાનું ભારત, તેમજ 25 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી આંગણવાડી ઉત્સવ યોજાશે. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી નમો સેવા ગાથા, વાર્તા પરિવર્તનની અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા કાર્યક્રમો પણ યોજાશે. સાથે જ સેવા જ્યોત યાત્રા, સેવાસેતુ અભિયાન અને સેવા મારું યોગદાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રંગોળી રાષ્ટ્ર અને સરકારી પોર્ટલના માધ્યમથી રાષ્ટ્રીય ઈનોવેશન ચેલેન્જનું ઓનલાઈન આયોજન પણ કરવામાં આવશે. અંતે 17 ઓક્ટોબરે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જન સેવક મહાકુંભ યોજાશે. ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સુશાસનને ઉજવવા માટે આ સમગ્ર સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *