વરાછામાં ધોરણ-5ની 11 વર્ષની વિદ્યાર્થિનીનું આપઘાત,
સુરતના વરાછામાં 11 વર્ષની બાળકીનું મોત,
વરાછામાં 11 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું,
સુરતના વરાછામાં રહેતા પરિવારની ધોરણ 5ની માત્ર 11 વર્ષની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.
સુરતના વરાછા વિસ્તારમાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી હોય તેમ વરાછાની સહજાનંદ સોસાયટીના ઘર નંબર 13માં રહેતી 11 વર્ષની રોલી કુશવા ધોરણ-5માં અભ્યાસ કરતી હતી. રોલીની માતા ટ્યુશન મૂકવાના સમયે ઘરે પરત ફર્યા હતા. ત્યારે દીકરી લટકતી હાલતમાં મળી આવતા પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. રોલીના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ સહિત કુલ ચાર ભાઈ-બહેન છે. પરિવાર કડિયા કામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. માત્ર 11 વર્ષની ઉંમરે બાળકીના આ પગલાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલ ઘટનાનું કારણ સ્પષ્ટ થયું નથી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
