ભાવનગરમાં બનાવટી વિદેશી દારૂ બનાવવાનું રેકેટ ઝડપાયું

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં બનાવટી વિદેશી દારૂ બનાવવાનું રેકેટ ઝડપાયું

ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે ભાવનગર પરા વિસ્તારમાં આવેલા રેલવે કોલોનીના ક્વાર્ટરમાં દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ અલગ-અલગ કેમિકલ્સનો ઉપયોગ કરી બનાવટી વિદેશી દારૂ તૈયાર કરતા હતા અને બોટલો પર જાણીતી કંપનીના ખોટા સ્ટીકર લગાવી દારૂનું પેકિંગ કરતા હતા. દરોડા દરમિયાન ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલી બનાવટી દારૂની 17 સીલપેક બોટલો, કંપનીના ખોટા સ્ટીકરો, બોટલના સીલ, ઢાંકણા ફિટ કરવાના મશીનો સહિત કુલ રૂ.1,00,940નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે અક્ષયરાજસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક મકવાણા અને જીતેન્દ્ર ખાવડિયાને ઝડપી પાડ્યા છે. જ્યારે સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 7 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. બનાવ અંગે ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *