માંડવી: મઢી સુગરની 20 સપ્ટેમ્બરની ચૂંટણીને લઈ સહકાર પેનલની બેઠક
પૂર્વ ચેરમેન સમીરભાઈ ભક્તના અધ્યક્ષસ્થાને સહકાર પેનલની બેઠક યોજાઈ
માંડવી ખાતે મઢી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની તારીખ 20 સપ્ટેમ્બર ના રોજ યોજારનાર ચૂંટણી અંગે સહકાર પેનલની મીટીંગ મઢી સુગરના પૂર્વ ચેરમેન સમીરભાઈ ભક્ત ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાય.
માંડવી કૃષિ મંગલ હોલ ખાતે આજરોજ મઢી સુગર ફેક્ટરી ના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી તારીખ 20 સપ્ટેમ્બર ના રોજ યોજાનાર હોય જે અંગે સમીરભાઈ ભક્ત ના અધ્યક્ષતામાં સભાસદો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. સમીરભાઈ ભક્ત જેઓબિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ પ્રસંગે સમીરભાઈ ભક્ત એ જણાવ્યું હતું કે માંડવી ઝોન 1 એકમાં સહકાર પેનલની મિટિંગ યોજાઇ હતી અને મોટી સંખ્યામાં સભાસદો ની ઉપસ્થિતિ જોતા આનંદ વક્ત કર્યો હતો અને એમણે જણાવ્યું હતું કે, તેમણે પાંચ વર્ષમાં થયેલ કામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી, અમો કેમિકલ મુક્ત ખાંડ બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે આજના સમયની માંગ છે. અને તેમણે સહકાર પેનલના ઉમેદવાર દિનેશભાઈ પટેલ, , હરેશભાઈ ચૌધરી મોક્ષનાબેન મહિડા, સહકાર પેનલના જૂથ 13 માંડવી 2ના તમામ ઉમેદવારોને સભાસદો એ જંગી લીડથી ચૂંટી લડી લેવા જણાવ્યું હતું અને સભાસદોને મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોતા મને વિશ્વાસ છે કે અમારી સહકાર પેનલ ને તમામ સભાસદોખૂબ જ જંગી લીડ થી વિજેતા બનાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વખતની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલ અને સહકાર પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. હવે જોવું એ રહ્યું કે તારીખ 20 મી સપ્ટેમ્બર ના રોજ યોજાના ચૂંટણીમાં સભાસદો કોના પર કળશ ઢોળશે એ તો આવનારો સમય જ બતાવશે આ ચૂંટણીની મત ગણતરી તારીખ 22 ના રોજ યોજવામાં આવશે
