નવસારીમાં સ્માર્ટ મીટરથી કોઈ ગેરફાયદો નથી,
મેયરે નાગરિકોને આ યોજના અપનાવવા વિનંતી કરી છે.
શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા અંગે ચાલી રહેલા વિવાદો અને લોકોની આશંકાઓ વચ્ચે નવસારીના મેયરે મહત્વનો નિર્ણય લીધો
નવસારી મેયરે પોતાના નિવાસ સ્થાને સ્માર્ટ મીટર લગાવડાવીને પ્રજા વચ્ચે એક મોટો અને હકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. GUVNL ના ઈજનેરો સાથેની ચર્ચા બાદ મેયરે જણાવ્યું કે સ્માર્ટ મીટર અંગે લોકોમાં ફેલાયેલી ગેરસમજો અને અફવાઓ વાસ્તવિકતાથી તદ્દન અલગ છે. સ્માર્ટ મીટર આવવાથી વીજ વપરાશમાં વધુ પારદર્શિતા આવશે. નાગરિકો પોતાના કેટલા યુનિટ વપરાયા છે અને પાવરની શું સ્થિતિ છે તે તમામ બાબતો ઓનલાઈન ચેક કરી શકશે.
સરકારની આ યોજનાથી ગ્રાહકોને કોઈ નુકસાન નહીં, પણ ભવિષ્યમાં રાહત જ મળશે તેવો વિશ્વાસ મેયરે વ્યક્ત કર્યો છે. મેયર અશોક ધોરાજીયાએ શહેરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો અને મિત્રોને પણ અપીલ કરી છે. પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવડાવે અને પોતાના વોર્ડના નાગરિકોને આ યોજનાના સાચા ફાયદા સમજાવીને જાગૃત કરે.
