નવસારી અંબિકા નદીના પૂર વચ્ચે વધુ એક સફળ રેસ્ક્યુ

Featured Video Play Icon
Spread the love

નવસારી અંબિકા નદીના પૂર વચ્ચે વધુ એક સફળ રેસ્ક્યુ
પૂરનાં પાણીથી ઘેરાયેલા માતા અને બાળકનું રેસ્ક્યુ
એનડીઆરએફની ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી સુરક્ષિત રેસ્ક્યુ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અંબિકા નદીના પૂર વચ્ચે વધુ એક સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. અંબિકા નદી કિનારે આવેલા ભાઠા ગામના ગોળા ફળિયામાં પૂરનાં પાણીથી ઘેરાયેલા માતા અને બાળકને એનડીઆરએફની ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

પૂરના તેજ પ્રવાહ વચ્ચે બોટ મારફતે કરવામાં આવેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં બંનેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સતત વરસી રહેલા વરસાદ અને અંબિકા નદીના વધતા જળસ્તરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર, એનડીઆરએફ અને સ્થાનિક ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. જ્યાં જરૂરિયાત ઉભી થાય ત્યાં તાત્કાલિક રેસ્ક્યુ કરી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *