સુરત મનપાની ગેરકાયદે ડાઇંગ એકમો સામે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત મનપાની ગેરકાયદે ડાઇંગ એકમો સામે કાર્યવાહી
કતારગામ ઝોનમાં વધુ 25 ડાઇંગ એકમો કરાયા સીલ
કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદ બાદ કાર્યવાહી

સુરતમાં ગેરકાયદે તપેલા ડાઇંગ એકમો સામે મનપાએ લાલ આંખ કરી હોય તેમ કતારગામ ઝોનમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદને પગલે વધુ 25 એકમોને સીલ કરવામાં આવ્યા હતાં.

સુરત મહાનગરપાલિકા હવે તપેલા ડાઇંગ એકમો સામે એક્શન મોડમાં આવી હોય તેમ કતારગામ ઝોનમાં કેમિકલયુક્ત પાણી સીધું ડ્રેનેજમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે મનપા દ્વારા તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં વધુ 25 એકમોને સીલ મારવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 135 એકમો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ એકમોને કલમ 268 મુજબ નોટિસ પાઠવી મિલો બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *