ભાવનગરમાં 151 કેસમાં પકડાયેલ વિદેશી દારૂ બોટલનો નાશ
દારૂ બોટલ નંગ ૬૫,૪૪૬, બીયર નંગ ૬૮૯૭ કુલ ૨,૨૮,૭૩,૬૮૭ નો દારૂ નાશ
ભાવનગર ગ્રામ્ય ડીવીઝન હેઠળના અલગ અલગ પો.સ્ટે.ના કુલ ૧૫૧ કેસમાં પકડાયેલ વિદેશી દારૂ બોટલ નંગ ૬૫,૪૪૬, બીયર નંગ ૬૮૯૭ કુલ ૨,૨૮,૭૩,૬૮૭ નો વિદેશી દારૂનો નાશ કરતી ભાવનગર ગ્રામ્ય ડીવીઝનની ટીમ
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક તરફથી પ્રોહીબીશનના ગુન્હાઓમાં કબ્જે કરાયેલ પર પ્રાંતીય દારૂના મુદ્દામાલનો સમયસર નાશ કરવા સુચનાઓ આપેલ હોય જે અંગે પોલીસ સ્ટેશનનોમાં પ્રોહીબીશન પેન્ડીંગ મુદ્દામાલ અંગે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવવાની કાર્યવાહી કરાવી મોટા પ્રમાણમાં પ્રોહીબીશનના મુદ્દામાલ નાશની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભાવનગર ગ્રામ્ય ડીવીઝનના વરતેજ પોલીસ સ્ટેશન વેળાવદર ભાલ પો.સ્ટે. તથા ઘોઘા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુન્હાઓમા કબ્જે કરવામાં આવેલ ભારતીય બનાવટના પર પ્રાંતીય દારૂનો જે કેસોમા નામ. કોર્ટ દ્રારા મુદ્દામાલ નાશ કરવાનો હુકમ થઇ આવતા સબ ડીવીઝનલ મેજીસ્ટેટ ભાવનગર અક્ષર પી વ્યાસ, મદદનીશ પોલીસ અધિક્ષક અને આબકારી ઇન્સપેક્ટર. નાઓની અધ્યક્ષતામાં મુદ્દામાલનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જેમાં ભાવનગર ગ્રામ્ય ડીવીઝનના ત્રણેય પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના કુલ ૧૫૧ ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ પર પ્રાંતીય દારૂની બોટલો નંગ ૬૫,૪૪૬ તથા બીયર ટીન નંગ ૬,૮૯૭ ની કુલ કિ.રૂ. ૨,૨૮,૭૩,૬૮૭ ના મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે
