સુરતમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી
મેઈન રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર
સુરત મહાનગર પાલિકાની દિલ્હીગેટ જેવા મુખ્ય માર્ગ પર બેદરકારી સામે આવી છે જેમાં મેઈન રોડ પર ખુલ્લી ગટરને લઈ સામા ચોમાસે કોઈ મોટુ દુર્ઘટનાની જાણે તંત્ર રાહ જોતુ હોય તેમ લાગી રહ્યુ છે.
સુરત મહાનગર પાલિકા સામા ચોમાસે પ્રિમોન્સુન કામગીરી કરી રહી છે જો કે આ કામગીરી દરમિયાન કેટલીક બેદરકારી પણ સામે આવી રહી છે. સુરતના દિલ્હીગેટ ખાતે મેઈન રોડ પર ખુલ્લી ઢાંકણ વગરની ગટરને લઈ ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના બને તેવો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે. અગાઉ માસુમ કેદાર નું ખુલ્લી ગટરમાં પડી જતા મોત નિપજ્યાની ઘટના ના પડઘા હજી શાંત પડ્યા નથી ત્યાંથી દિલ્હીગેટ જેવા મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી હતી. 15 ફુટ ઉંડી ગટર ખુલ્લી હોય અને કોઈ પણ બેરીકેટ લગાવાય ન હોય સાથે આ વિસ્તારમાંથી રોજ હજારો વાહનોની અવર જવર હોય તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરને ઢાંકણ લગાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.