સુરતમાં દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
આરોપી બે વર્ષથી દારૂના ગુનામાં ફરાર હતો
પોલીસે અજય ચંદુ દેસાઈની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચમાં ઝડપાયેલા લાખોના દારૂના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા બુટલેગરને એલસીબી શાખા ઝોન એકની ટીમે ઝડપી પાડી તેનો કબ્જો ક્રાઈમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન એક આલોક કુમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધવા આપેલી સુચના અને માર્ગદર્શન હેઠલ એલસીબી શાખા ઝોન એકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા અનાર્મ હેડકોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા 10 લાખ 39 હજારથી વધુના દારૂ તથા કુલ્લ 3 લાખ 19 હજારથી વધુના નોંધાયેલા કેસમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી મુળ અમરેલીનો અને હાલ કાપોદ્રા કારગીલ ચોક ખાતે રહેતા અજય ચંદુ દેસાઈને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો ક્રાઈમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.