સુરત પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો
ઉધના પોલીસે દાગીના સહિત લાખોની મત્તા કબ્જે કરી
બિલાલ તસ્લીમ ખાટીકની ધરપકડ
સુરતમાં રોજેરોજ ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના પોલીસ મથક વિસ્તારમા ઘરફોડ ચોરીના ગુનાના અંજામ આપનાર રીઢા ઘરફોડ ચોરને ગણતરીના કલાકોમાં ઉધના પોલીસે ઝડપી પાડી તેની પાસેથી દાગીના તથા રોકડા રૂપિયા સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશ્નર સેક્ટર વન વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ટુ ભગીરથ ગઢવી અને નાયબ પોલીસ કમિશ્નર સી ડિવીઝન ચિરાગ પટેલનાઓએ વાહન ચોરી, તથા ઘરફોડના ગુનાઓ અટકાવવા તથા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારૂ જરૂરી સુચનાઓ આપી હોય જેના અનુસંધાને ઉદના પી.આઈ. એસ.એન. દેસાઈ ના માર્ગદર્શન હેઠળ સર્વેન્સ પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણી નાઓના નેતૃત્વમાં પેટ્રોલિંગ કરી રહેલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ દુલાભાઈએએ બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોર મુળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ ઉન પાટીયા ખાતે રહેતા બિલાલ તસ્લીમ ખાટીકને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ઉધના પોલીસ મથકની હદમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અને રીઢા પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 1 લાખ 87 હજારની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.