સુરત : અડાજણ વિસ્તામાં તસ્કરોનો આંતક.
ગુરુ કૃપા સોસાયટી માંથી મોંઘા બુટ ચંપલની ચોરી.
મોઢે રૂમાલ બાંધીને આવેલા ચોર ઇસ્મે કરી ચોરી.
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.
સોસાયટીના મોટા ભાગના ઘરોના બુટ ચંપલની ચોરી કરી
સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અડાજણ વિસ્તારમાં બુટ ચંપ્પલ ચોરીની ઘટના સામે આવી છે. સીસીટીવીમાં કેદ થયેલો રીઢો મોઢે રૂમાલ બાંધી આવી મોંઘેરા બુટ ચપ્પલની ચોરી કરતો નજરે પડ્યો છે.
સુરતમાં રોજેરોજ ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચોરો હવે તો મોંઘેરા બુટ ચપ્પલ પણ ચોરી કરી રહ્યા છે. અને આવા અનેક વિડીયો પણ સામે આવી ચુક્યા છે ત્યારે ફરી આવી જ એક ચોરીના વિડીયો સામે આવ્યા છે. વાત છે સુરતના અડાજણ વિસ્તારની. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીના સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક રીઢો ચોર મોઢા પર રૂમાલ બાંધી આવી મોંઘેરા બુટ અને ચપ્પલની ચોરી કરતો નજરે પડ્યો છે. સોસાયટીના મોટાભાગના ઘરોના બુટ ચંપ્પલની ચોરી કરી રીઢો ભાગી છુટ્યો હોય હાલ તો સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.