સિંગણપોરમાં સગીરાની છેડતી કરનાર આધેડ ઝડપાયો
સરનામું પૂછવાના બહાને છેડતી કરી હતી
સિંગણપોર પોલીસે છેડતીના આરોપીને ઝડપી પાડ્યો
સુરતમાં બાળાઓ અને યુવતિઓની છેડતીના વધી રહેલા બનાવો વચ્ચે સિંગણપોરમાં એટીએમ સર્વિસનુ કામ કરતા આધેડે સરનામુ પુછવાના બહાને સગીરાની છેડતી કરતા મામલો બિચક્યો હતો. આખરે પોલીસ ફરિયાદ નોંધાતા જ પોલીસે આધેડ નરાધમની ધરપકડ કરી હતી.
સુરતમાં માસુમ બાળાઓ અને યુવતિઓની છેડતીના બનાવોને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં સરનામું પૂછવાના બહાને સગીરાની છેડતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સુરતના સિંગણપોરમાં સવારના સમયે બાઈક પર આવેલા આધેડએ સોસાયટીમાં ઘુસી સરનામુ પુછવાના બહાને સગીરાની છેડતી કરી હતી. તો આ જ આધેડે છેલ્લા 15 દિવસમાં બે સગીરાની છેડતી કરી હોવાની પણ ચર્ચા જોવા મળી હતી. બનાવને લઈ સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરતા જ તાત્કાલિક સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી આધેડને ઝડપી પાડ્યો હતો. અને પુછપરછ કરતા આધેડ એટીએમ સર્વિસનુ કામ કરતો 50 વર્ષીય મેહુલ રાજેન્દ્ર પ્રસાદ રાવલ હોવાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
