અડાજણમાં પાન દુકાનદાર પર હુમલો
પાનના પૈસા માંગતા દુકાનદારને માર મરાયો
પાલનપુર જકાતનાકા પાસે હુમલાનો વિડિયો વાયરલ
દુકાનદાર ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો
સુરતના અડાજણ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે. જેમાં પાનની દુકાન ચલાવનારે સામાનના પૈસા માંગતા અસામાજિક લુખ્ખા તત્વોએ તેના પર હુમલો કરી ઢોર માર માર્યો હોવાનુ વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે. જેને લઈ કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.
સુરતના અડાજણ પોલીસ મથક વિસ્તારના નામે એક વિડીયો વાયરલ થયો છે. અડાજણ પોલીસ મથકની હદમાં પાલનપુર જકાતનાકા નજીક સંત તુકારામ પાસે એસ.બી.આઈ. બેંક પાસે પાનની દુકાન ચલાવનાર યુવાનને ત્યાં ગ્રાહક તરીકે આવેલા અસામાજિક તત્વોએ સામાનની ખરીદી કરી હતી. જો કે તે સામાનના રૂપિયાની માંગણી કરતા 4 થી 5 જેટલા અસામાજિક લુખ્ખા તત્વો ઉશ્કેરાયા હતા અને દુકાનદાર પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં પાનની દુકાન ચલાવનારનુ માથુ ફોડી નાંખી માર મારી અધમુવો કરી દીધો હોવાનુ વિડીયોમાં દેખાય છે. જો કે હાલ વિડીયો વાયરલ થતા પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે.
