વલભીપુરમાં ચૂંટણી લડી અપક્ષ ઉમેદવારોએ અપસેટ સર્જ્યો

Featured Video Play Icon
Spread the love

વલભીપુરમાં ચૂંટણી લડી અપક્ષ ઉમેદવારોએ અપસેટ સર્જ્યો
સુશાસન અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે જ ચૂંટણી લડી
પ્રજાના પ્રશ્નો ઉકેલવા અને તાલુકાના વિકાસને મહત્વ એ જ મુખ્ય નેમ

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ પરથી કુલ 13 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડી ઝળહળતો વિજય પ્રાપ્ત કરી રાજકીય જગતમાં અપસેટ સર્જ્યો છે ત્યારે ભવ્ય જીત મેળવનાર ઉમેદવાર એ ગંદી રાજ રમત અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે અપક્ષ ઉમેદવારી કરી પ્રજા માટે ચૂંટણી લડી હોવાનું જણાવ્યું

તાજેતરમાં ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં મૂળ ભાજપના જ અને ગત ચૂંટણીમાં ટિકિટ ન મળતા પતિ પત્ની સહિત 13 વ્યક્તિઓ એ અનુક્રમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી ભવ્ય જીત મેળવી હતી જે મેળવનાર ક્ષત્રિય સમાજના અગ્રણી બ્રિજરાજસિંહ ગોહિલ એ આ અંગે જણાવ્યું હતું કે વલભીપુર તાલુકા પંચાયતમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ની મનમાની ચાલતી હોય અને તેમના કહ્યા પ્રમાણે જ તાલુકા પંચાયતમાં શાસન ચાલતું હોય વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર દરેક ખાતામાં હાવી બન્યો હોય સુદ્રઢ શાસન ભ્રષ્ટાચાર મુક્ત તંદુરસ્ત વ્યવસ્થા તંત્ર અને પ્રજાના હિત કાજે તેમણે તથા તેમના પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી છે અને તેમનો એકમાત્ર હેતુ પ્રજાજનોની સેવા જ છે સાથે તેમણે જણાવ્યું હતું કે

અપક્ષ ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ ભાજપની વિચારધારા સાથે હંમેશા જોડાયેલા છે હતા અને રહેશે પરંતુ ભારતીય જનતા પાર્ટી કેટલાક હોદ્દેદારો ની આંગળીની કટપુતળી બનીને રહેવા નું તેમને ક્યારેય મંજૂર નથી ભ્રષ્ટાચાર અને જો હુકમિના તેઓ હંમેશાં વિરોધી છે અને રહેશે ભારતીય જનતા પાર્ટીને પોતાની જાગીર સમજતા કેટલાક નેતાઓને રાજકારણ શું કહેવાય તે અંગેના ખરા પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે અને આગામી દિવસોમાં પણ અમે તેમને બતાવીશું કે રાજકારણ શું છે પ્રજા શું છે લોકતંત્ર શું છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *